મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

તારીખ 21/06/2026 ના રોજ મોડેલસ્કૂલ-મોટીબરાર ખાતે 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(IYD 2026)ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. “Yoga for healthy aging”થીમ અંતર્ગત તમામ વય જૂથના લોકોમાં સ્વસ્થ દીર્ઘાયુ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન હેતુ તેમ જ બાલ્યાવસ્થાથી જ વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યેની સભાનતા તેમજ રુચિ કેળવવા હેતુ મોડલસ્કૂલ- મોટીબરારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ.

જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સહભાગી બન્યા હતા. શાળાના શિક્ષક શ્રી અમિતભાઈ ચાડમિયા દ્વારા દિન વિશેષ વિશેની વિસ્તૃત સમજૂતી બાદ વિદ્યાર્થીઓને વિભિન્ન આસનો તેમજ પ્રાણાયામ કરાવવામાં આવેલ. સાથે સાથે એ તમામ આસાન તેમજ પ્રાણાયામનું મહત્વ પણ સ્પષ્ટ કરવામાં આવેલ.ત્યારબાદ શાળાના આચાર્ય બી.એન.વિડજા સર દ્વારા વિદ્યાર્થીઓને યોગ વિશે પ્રેરક ઉદબોધન આપવામાં આવેલ જેમાં ખાસ કરીને યોગનું જીવનમાં પ્રાધાન્ય તેમજ સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સ્પષ્ટ કરેલ.


Leave a Comment