માળિયાની ભીમસર ચોકડી પાસેથી સ્ટેટે મોનીટરીંગ સેલની ટીમે બાતમીને આધારે દારૂ ભરેલો આખો ટ્રક ટ્રેલર ઝડપી લીધું હતું ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરની કુલ બોટલ નંગ ૧૯,૦૬૮ કીમત રૂ ૧.૩૮ કરોડ ઉપરાંત ટ્રેલર, મોબાઈલ ફોન સહીત ૧.૬૩ કરોડનો મસમોટો જથ્થો જપ્ત કરી મુદામાલ માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદથી કચ્છ તરફ એક દારૂ ભરેલું ટ્રક ટ્રેલર જતું હોવાની બાતમી મળી હતી જેથી ટીમે માળિયા (મી.) ની ભીમસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને ટ્રેલર આરજે ૦૭ જીડી ૨૮૫૨ વાળું પસાર થતા આંતરી લઈને તલાશી લીધી હતી જે ટ્રેલરની તલાશી લેતા દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો

ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરની ૧૯,૦૬૮ બોટલ કીમત રૂ ૧,૩૮,૦૪,૦૮૦ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને બીયરનો જથ્થો તેમજ રોકડ રૂ ૨૩,૫૮૦, ટ્રેલર કીમત રૂ ૨૫ લાખ અને બે મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ ઉપરાંત કવરીંગ માટે ઉપયોગમાં લીધેલ ભુસાની થેલીઓ નંગ ૧૧૦ કીમત રૂ ૧૧,૦૦૦ તાલપત્રી સહીત કુલ રૂ ૧,૬૩,૫૧,૧૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
SMC ટીમે ટ્રક ચાલક વિક્રમસિંગ નારાયણસિંગ ચૌહાણ અને કમલ કિશોર મારૂ રહે બંને રાજસ્થાનવાળાને ઝડપી લીધા છે તો ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર, ટ્રેલર માલિક રાજુરામ જયરામ, જબ્બર બિશ્નોઈ નામનો વ્યક્તિ (દારૂનો જથ્થો ભરાવનાર), રમેશ લીખમાંરામ સેવર દારૂનો જથ્થો મોકલનાર તેમજ બલવીર સોહનદાસ જાટ, ટ્રેલરમાં દારૂનો જથ્થો ભરવા ડ્રાઈવર પાસેથી ટ્રેલર લેવા આવેલ ઇસમ અને દારૂનો જથ્થો ભરી ટ્રેલર ડ્રાઈવરને પરત સોપવા આવેલ ઇસમ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

