સાયન્સના વિવિધ વિષયો પર પોસ્ટર પ્રેઝન્ટેશન
તા. ૨૮ ફેબ્રુઆરી ના રોજ “નેશનલ સાયન્સ ડે” નિમિત્તે નવયુગ મહિલા સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સએ સાયન્સના વિવિધ ટોપીકને આવરી લેતા પોસ્ટરના માધ્યમથી કોલેજના સ્ટુડન્ટ્સ ને માહિતગાર કર્યા હતા.
પોસ્ટર પ્રેઝન્ટેશન માં આધુનિક ખેતી, રોગ સામે લડવાની આધુનિક પધ્ધતિઓ, સાયન્સમાં વર્તમાન રિસર્ચ મેથડોલોજી, માઇક્રોબાયોલોજી નું જીવનમાં અને દવાઓ બનાવવામાં મહત્વ જેવા અનેકવિધ વિષયો પર પોસ્ટર બનાવીને આગવી શૈલીમાં રજુ કર્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના પ્રમુખપી. ડી. કાંજીયા અને અધ્યાપક ગણએ પ્રોગ્રામમાં હાજર રહી સ્ટુડન્ટ્સ નો ઉત્સાહ વધાર્યો હતો.