મહેન્દ્રપરા માં રવેશ તૂટી પડતાં મહિલાનું મૃત્યુ તે અકસ્માત કે પ્રશાસનિક હત્યા ?
“ચાર માસ પહેલા સ્થાનિકોએ પાલિકાને ચેતવી હતી તેમ છતા કોઈ નક્કર પગલા નહીં લેવાતા એક મહિલાએ જાન ગુમાવી હતી”
ભારત લોકશાહી દેશ છે લોકો વડે લોકો દ્વારા ચાલતા લોકતંત્રને સાંપ્રત જમાનામાં બેસ્ટ મોડલ તરીકે જોવામાં આવે છે. પરંતુ આ લોકો શહેરની મજબૂત અને ટકાઉ પણુ લોકોની જાગૃતા પર નિર્ભર રહે છે. આપણે સબળ જાગૃત નાગરિક તરિકેની ભૂમિકા ભજવી છીએ ? તેમાં ઉણા ઉતરીએ તો લોકશાહીની દરેક સંસ્થા જો નિષ્ક્રિય બને તો તેની સામે આંગળી ચીંધવાનો નૈતિક અધિકાર ભોગવી શકીએ ? જાગૃત નાગરિક બનવાની વાત એટલા માટે જણાવી રહ્યા છીએ કે ત્રણેક દિવસ પહેલાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં મકાનની રવેશ તૂટી પડતા એક મહિલાનું મોત નીપજયું હતું આ ઘટના આકસ્મિક હતી પરંતુ બારીકાઈથી જોવા જઈએ તો ઘટનાને આકસ્મિક નાં બદલે પ્રશાસનની લાપરવાહી ગળવી જોઈએ કેમકે તે રવેશ ગમે ત્યારે તૂટી પડે તેમ હતી અને તેની સ્થાનિક રહેવાસીઓએ ચાર મહિના પહેલા પ્રશાસનને લેખિતમાં જાણ કરી હતી પણ છતાં પ્રશાસને કોઈ પણ પગલા નહીં લેતા એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ ઘટનાને આકસ્મિત ગણવી કે પ્રશાસનિક હત્યા ગણવી તેઓ ગંભીર સવાલ ઉભો કરે છે.
ગત તારીખ 25 ના રોજ સાંજના સમયે સુપર ટોકીઝ રોડ પર મહેન્દ્રપરા-20 પાસે ના મકાન પાસેનું છજુ અચાનક ધરાશાયી થયું હતું. ત્યાંથી પસાર થતાં ત્રણ મહિલાઓ પર છત નો કાટમાળ તેમના પર પડતાં એક આધેડ મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મહેન્દ્રપરા-16 માં રહેતાં જીજ્ઞાશાબેન જીવાણી(45)એ પોતાની જાન ગુમાવી હતી.દેખીતી રીતે આ ધટના અકસ્માતિક હતી કુદરત દ્વારા નિર્ધારિત કરેલ ધટનાક્રમાં આમ આદમી કશું જ કરી શકે નહી.
પરંતુ આ છજુ ગમે ત્યારે તૂટી પડે તેમ હોય અને ગમે ત્યારે જાનમાલની નુકશાની થવાની હોય તેની જાણ ચાર માસ અગાઉ કરી દેવામાં આવે આમ છતાં જો પ્રશાસન નું પેટનું પાણી ના હલે અને તેના પર ધ્યાન આપે પછી ઘટના બને તો જવાબદારી કોની ગણવી આ બાબતે જે કર્મચારી કે અધિકારી ની નિષ્ક્રિયતા સામે આવે તેના પર કાયદેસરના પગલાં ભરવા જોઇએ કે નહીં આવા સવાલો ઊભા થાય છે મહેન્દ્રપરા-20 નાં રહેવાસીઓ આ છજુ ગમે ત્યારે તૂટી પડે તેમ હોય તેને થી વાકેફ હતા અને તે માટે ગત તારીખ-13- 09-2021 ના રોજ સ્થાનિક રહીશોએ નગરપાલિકાને લેખિત રજૂઆત કરી ગંભીર ઘટના બનવાનાં અણસાર આપી દીધા હતા તેઓની અરજી તા.13-09-2021 નાં ઈનવર્ડ નંબર-6524 થી પાલિકાએ સ્વીકારી તો હતી પણ અંદાજીત ૪ માસનાં વહાણાં વીતવા છતાં કોઇ કામગીરી નહીં કરતાં સ્થાનિક રહીશોની ચિંતા સાચી પડી હતી અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આવી પ્રશાસનની ગંભીર લાપરવાહી સામે આવી હતી.
આવી ઘણી ઘટનાઓ સામે આવતી જ હોય ગટરના ઢાંકણા ખુલ્લા રહેવા,આખલાઓ ના ઝગડા રસ્તાઓ ઉપર ડેરા જેવા અનેક અકસ્માતો થવા અને તેમાં લોકોનાં જાન ગુમાવવા એ સામાન્ય બન્યું છે ત્યારે લોકો પોતાના મૂળભૂત અધિકાર અને સુવિધા માટે ખુદ આંખ આડા કાન કરે તો દેશના જાગૃત નાગરિક કેવી રીતે ગણવા અને સુવિધાઓ માટેની આપણી માગણી પણ કેટલી હદે આપણે ભૌતિક રીતે માગી શકીએ ? આપણે પણ ખુદને ઢંઢોળવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તો આવી ઘટનાઓ છાશવારે બનતી રહેશે અને આપણે”યુઝ ટુ” થતા રહેવાનાં છીએ.
મોરબીના રખ રખાવ અને સુવિધા ની પરિસ્થિતિ પણ બારીક નજર મોરબી કલેકટર રાખી શકે છે તેઓ પાસે આ બાબતે સત્તા અને કાયદાનું મજબુત પીઠબળ હોય છે. આમ આ ઘટના બની તેનું ઇન્વેસ્ટિગેશન કરી કયા અધિકારી કે કર્મચારી જવાબદાર છે તે નિશ્ચિત કરી પગલાં ભરી મોરબીના લોકોને એક સારું ઉદાહરણ પૂરું પાડસે ? કે પછી અન્ય ઘટનાઓ ની જેમ આ ઘટના પણ સમયના વહેણમાં વહી જશે. કલેકટર કે તેના જેવા સક્ષમ અધિકારીઓ એ શહેરની રૂબરૂ મુલાકાત લઇ રોડ રસ્તા ગટર કે પાણી ની વ્યવસ્થા ટ્રાફિક સમસ્યા વિગેરે જેવી પરિસ્થિતિઓનો જાયજો લે છે?સમયાંતરે જો શહેરની મુલાકાત લેતાં રહે તો તેમની નજરમાં સાચી હકીકત સામે આવે પરંતુ કમનસીબે મોરબી જિલ્લો બન્યા બાદ આવા અધિકારીઓ મળ્યા નથી અને માટે પાલિકા કે તેના જેવી સંસ્થાઓ સમય આંતરે લાપરવાહી કરતી રહે છે.