માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને શોધી કાઢીયો

છેલ્લા આઠ વષૅથી પાસા વોરંટના આરોપીને શોધી કાઢી રાજકોટ જેલ ખાતે મોકલી આપતી માળીયા(મી) પોલીસ

મોરબી પોલીસ સ્ટાફના માણસો ટેકનીકલ માધ્યમનો ઉપયોગ કરી અટકાયતીનું લોકેશન મેળવી એમ.કે.ઝાલા પોલીસ સબ ઇન્સ્પેકટર હમીરગઢ તાલુકા પોલીસ સ્ટેશન નાઓને લોકેશન મોકલી તપાસ કરાવતા આ કામના અટકાયતી સુરેશભાઇ ઉદેસિંહ ડાભી ઉ.વ ૩૩ રહે સરાતરા તા-હમીરગઢ જી બનાસકાંઠા વાળાને તેના વતનમાંથી એમ.કે.ઝાલા પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓએ હસ્તગત કરી હમીરગઢ તાલુકા પોલીસ સ્ટેશન રાખેલ હોવાની જાણ કરતા મજકુરનો કબજો મેળવી  મજકુરનો કોરોના રીપોર્ટ કરાવતા નેગેટીવ આવતા મજકુર અટકાયતીને જિલ્લા મેજી  મોરબીનાઓના હુકમ નં વેએમએજી/પાસા કેશ નં.૪૩/૨૦૧૪ તા.૧૯/૧૨/૨૦૧૪ ના કામે કલાક.૧૨/૧૫ વાગ્યે અટકાયત કરી રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

અટકાયતીનું નામ સુરેશભાઇ ઉદેસિંહ ડાભી ઉ.વ ૩૩ રહે સરાતરા તા.હમીરગઢ જી.બનાસકાંઠા, કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા રમેશભાઇ ગોહિલ તથા પો કોન્સ.દેવેન્દ્રસિંહ જાડેજા