મોરબી જિલ્લાની જાણવા જેવી વાત

મોરબી જિલ્લાની સફર સક્ષમ સમાચારને સંગાથે…

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ચાર તાલુકા (મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેર) રાજકોટ જિલ્લામાંથી અને એક તાલુકો (હળવદ) સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકાઓ નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે. એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે “પેરિસ ઓફ ધ ઇસ્ટ” તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.

  • મુખ્ય નદીઓ:- મચ્છુ, બ્રહ્માણી • સિંચાઇ યોજનાઓ:- મોરબી પાસે જોધપુર ખાતે મચ્છુ નદી પર મચ્છુ ડેમ બાંધવામાં આવ્યો છે. • અભ્યારણ્ય:- રામપરા પક્ષી અભ્યારણ્ય, તા. મોરબી • મોરબી જિલ્લાની ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે. • તાલુકો:- મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે. 1)મોરબી (2)ટંકારા (3)વાંકાનેર (4)હળવદ (5)માળિયા (મિયાણા)
  • મોરબીના જોવા લાયક સ્થળો •મયુર પુલ/પાડા પુલ •ઝૂલતો પુલ •મણીમંદિર •વાઘ મહેલ •ગ્રીન ચૉક ટાવર •નહેરુ ગેટ (નગર દરવાજો ) ન્યુ પેલેસ (આર્ટ દેકો પેલેસ) •મચ્છૂ માતાજી મંદિર •રફાળેશ્વર મહાદેવ મંદિર

સૌરાષ્ટ્રનુ પેરીસ મોરબી જિલ્લો તા ૧૫/૦૮/૨૦૧૩ નાં રોજ રાજકોટ જિલ્લામાંથી અલગ થઇને અસ્તિત્વમાં આવેલ છે.મોરબીથી ૨૦ કીલોમીટરનાં અંતરે આવેલું ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થા‍પના કરી હતી. જે આજે દેશભરમાં પથરાયેલી છે. વૈદિક ધર્મનું અહીં અભ્‍યાસ કેન્દ્ર છે. સંસ્કૃત શાળા, લાઇબ્રેરી અને વૈદિક વિધિ માટેનાં ગ્રંથો અહીં ઉપલબધ્ધ છે. અહીં મહર્ષિ દયાનંદ આંતરરાષ્ટ્રિય ઉપદેશક મહાવિધાલય ચાલે છે. સંસ્થા ધ્વારા ગૌશાળા, આર્યસાહિત્ય પ્રચાર કેન્દ્ર વગેરે પણ છે. મચ્છુ નદી અને નાની – નાની ટેકરીઓ વચ્ચે વાંકાનેર શહેર વસેલુ છે. આ નગરનો વિશાળ રણજીત વિલાસ રાજમહેલ વાંકાનેરની શોભામાં અનેરો ઉમેરો કરે છે. ઇ.સ. ૧૯૦૦માં અમરસિંહજી ધ્વારા શરૂ કરવામાં આવેલ પેલેસનું ર્નિમાર્ણ ઇ.સ. ૧૯૦૭માં પૂર્ણ થયેલું તે ટેકરી પર આવેલુ છે. પેલેસ પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેરનો નજારો જોવા મળે છે. રણજીત વિલાસ પેલેસનું નામ જામનગરનાં શાસક જામ રણજીતસિંહજી પરથી પાડવામાં આવેલું આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલ છે. વાંકાનેરની આજુબાજુ જોવાલાયક સ્થળોમાં ટેકરી ઉપર ગાયત્રી માતાનું મંદીર આવેલ છે. જડેશ્વર મંદીર ડુંગર ઉપર ૧૯મી સદીની શરૂઆતમાં બનેલા આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. દર શ્રાવણ માસે અહી ભકતજનોનો મેળો જામે છે.  વડોદરાનાં વિઠોબા દીવાને આ મંદિર બનાવ્યુ હતું. અહી રહેવા માટે ધર્મશાળા તેમજ અન્નક્ષેત્ર પણ છે વાંકાનેર નજીકનું માટેલ એક ધાર્મિક સ્થળ છે. અહીં ખોડિયાર માતાનું મંદિર જેના દર્શનાર્થે અનેક ભાવિકો આવે છે. મંદિરે અન્નક્ષેત્ર, ગૌશાળા ઉપરાંત ધર્મશાળાની સુવિધા છે.

વાંકાનેર તાલુકામાં જ રામપરા અભ્‍યારણ આવેલ છે. સિંધાવદર ગામ નજીક રામપરા અભ્યારણ તરીકે જાહેર કરેલ જંગલ ખાતા હસ્તકનો ૧૫૦૧.૦૨ હેકટર વીડી વિસ્તાર આવેલ છે. જેમાં તાજેતરમાં ગીરનાં સિંહોની વસ્તી કાયમ રહે તે માટે લાયન જીન પુલ બ્રિડીંગ સેન્ટર શરૂ કરેલ છે. ભારતમાં જ નહીં પણ સમગ્ર એશિયા ખંડમાં સૌપ્રથમવાર આ જીન પુલ બ્રિડીંગ સેન્ટરમાં એક સાથે ત્રણ સિંહ બાળનો જન્મ્ થયો હતો. ૨૬૬ પ્રકારની વનસ્પતિઓ અને વૃક્ષોથી આચ્છાદિત અને ૧૨૪થી વધુ જાતનાં પક્ષીઓ, સરિસૃપો અને વન્ય પ્રાણીઓ તેમજ ૧૦ થી વધુ જાતનાં કરોળીયા જેવી વન્ય સંપદા અને વન્યસૃષ્ટિ‍ થી ભરપૂર એવા આ રામપરા અભયારણની શોભા ચોમાસામાં તેની ચરમસીમાએ હોય છે. વાંકાનેર શહેરમાં અને તેની આજુ બાજુમાં શાહબાવાની દરગાહ, નાગા બાવાજીની જગ્યા, રધુનાથજીનું મંદિર, નકલંક મંદિર કેરાળા, હોલ માતાજીની જગ્યા , સ્વામિનારાયણ મંદિર વગેરે સ્થંળો આવેલા છે.

મોરબી જિલ્લાનાં માળીયા તાલુકામાં જિલ્લાનું એક માત્ર નવલખી બંદર આવેલ છે તેમની બાજુમાં આવેલ વવાણિયા ગામ શ્રીમદ રાજચંદ્રજીનું જન્મ સ્થાન આવેલ છે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીને પોતાનાં આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. વવાણીયા ખાતે રામબાઇ માતાજીનું મંદિર પણ આવેલ છે.

મોરબી જિલ્લાનો હળવદ તાલુકો નવા જિલ્લાઓની રચના થઇ તે પહેલા સુરેન્દ્ર્નગર જિલ્લાનો તાલુકો હતો હળવદ ઘણા વરસો સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચુકેલું હળવદનાં ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે આ ગઢને છ છ દરવાજાઓ આવેલા છે. હળવદ શહેર મધ્યે આવેલુ સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ શહેરની શોભામાં અભિવૃધિ કરે છે. તેમજ હળવદનાં દાંડીયામહેલ સુંદર કાષ્ટંકામ માટે પ્રખ્યાશત છે. હળવદ એટલે પાળિયાઓનું નગર આ નગરમાં વિરાંગનાઓ અને વિરોકતી ગાથાનાં સ્મારકો, ખાંભીઓ, પાળીયાઓ લગભગ ૪૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં અંદાજે ૩૫૦ થી પણ વધારે પાળીયાઓ મોજૂદ છે. તાલુકા ખાતે ઘુડખર અભ્યાગરણ પણ આવેલ છે અને સુંદરીભવાની માતાજીનું મંદીર પણ આવેલ છે. આમ નવરચિત મોરબી જિલ્લો ખરા અર્થમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોનો સાંસ્કૃતિક ધરોહર સમાન ગૌરવવંતો વારસો ધરાવેછે જેને આપણે અને આપણી યુવા પેઢીને આ મહામુલા વારસાને ખરેખર માણવા અને જોવા જોઇએ..

મોરબીથી ૨૦ કીલોમીટરનાં અંતરે આવેલું ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થા‍પના કરી હતી. જે આજે દેશભરમાં પથરાયેલી છે. વૈદિક ધર્મનું અહીં અભ્‍યાસ કેન્દ્ર છે. સંસ્કૃત શાળા, લાઇબ્રેરી અને વૈદિક વિધિ માટેનાં ગ્રંથો અહીં ઉપલબધ્ધ છે. અહીં મહર્ષિ દયાનંદ આંતરરાષ્ટ્રિય ઉપદેશક મહાવિધાલય ચાલે છે. સંસ્થા ધ્વારા ગૌશાળા, આર્યસાહિત્ય પ્રચાર કેન્દ્ર વગેરે પણ છે.

મચ્છુ નદી અને નાની – નાની ટેકરીઓ વચ્ચે વાંકાનેર શહેર વસેલુ છે. આ નગરનો વિશાળ રણજીત વિલાસ રાજમહેલ વાંકાનેરની શોભામાં અનેરો ઉમેરો કરે છે. ઇ.સ. ૧૯૦૦માં અમરસિંહજી ધ્વારા શરૂ કરવામાં આવેલ પેલેસનું ર્નિમાર્ણ ઇ.સ. ૧૯૦૭માં પૂર્ણ થયેલું તે ટેકરી પર આવેલુ છે. પેલેસ પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેરનો નજારો જોવા મળે છે. રણજીત વિલાસ પેલેસનું નામ જામનગરનાં શાસક જામ રણજીતસિંહજી પરથી પાડવામાં આવેલું આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલ છે. વાંકાનેરની આજુબાજુ જોવાલાયક સ્થળોમાં ટેકરી ઉપર ગાયત્રી માતાનું મંદીર આવેલ છે. જડેશ્વર મંદીર ડુંગર ઉપર ૧૯મી સદીની શરૂઆતમાં બનેલા આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. દર શ્રાવણ માસે અહી ભકતજનોનો મેળો જામે છે.  વડોદરાનાં વિઠોબા દીવાને આ મંદિર બનાવ્યુ હતું. અહી રહેવા માટે ધર્મશાળા તેમજ અન્નક્ષેત્ર પણ છે વાંકાનેર નજીકનું માટેલ એક ધાર્મિક સ્થળ છે. અહીં ખોડિયાર માતાનું મંદિર જેના દર્શનાર્થે અનેક ભાવિકો આવે છે. મંદિરે અન્નક્ષેત્ર, ગૌશાળા ઉપરાંત ધર્મશાળાની સુવિધા છે.