ન્યુ ઓમ શાંતિ વિધાલયમાં વિજ્ઞાન દિવસની વિશિષ્ટ ઉજવણી

શ્રેષ્ઠ અને સર્વાંગી શિક્ષણ માટે જાણીતી મોરબીના OSEM ગૃપ સાથે જોડાયેલી ન્યુ ઓમ શાંતિ વિધાલય તથા માસુમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ધોરણ 6 થી 10 ના વિધાર્થીઓ દ્વારા વિવિધ મોડેલ્સ, પ્રોજેક્ટ, ચાર્ટ, સહિતની 40 થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તથા 200 થી વધુ વિધાર્થીઓએ સાથે મળી વિજ્ઞાનના રોજિંદા જીવનમાં ઉપયોગ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી વર્તમાન સમસ્યાઓના ઉકેલ અંગે સાયન્ટિફિક એપ્રોચની ઉપયોગીતા વર્ણવી હતી. આ તબક્કે લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબીના દિપેનભાઈ ભટ્ટ તથા નિકુલસરે પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુમંત પટેલ તથા પ્રિન્સિપાલ અંકિત પટેલ સાયન્સ હેડ રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના તમામ સ્ટાફે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તથા વિજેતા કૃતિઓને ઈનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.