મોરબી : રંગમાં ભંગ પાડતી પોલીસ પાંચ જુગાર પ્રેમી ઝડપાયા

વવાણીયા ગામે મોટા કોળીવાસમા મંદીર પાસે જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી માળીયા મીયાણા પોલીસ

પો.સ્ટે.ના સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વવાણીયા ગામે મોટાકોળીવાસ મા ધાવડી માંના મંદીર પાસે તીનપત્તીનો જુગાર રમી-રમાડતા હોય જે પાચેય ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ માળીયા મીયાણા પોલીસે શોધી કાઢેલ છે.

આરોપી (૧) રઘુભાઇ માનશીંગભાઇ ભમ્મર કોળી ઉ.વ-૩૫ રહે વવાણીયા તા માળીયા મી (ર) રાજુભાઇ મહાદેવભાઇ મકવાણા કોળી ઉવ ૨૮ રહે વવાણીયા તા માળીયા મી (૩) મનસુખભાઇ દેવજીભાઇ રાઠોડ/કોળી ઉવ ૩૦ રહે વવાણીયા તા માળીયા મી (૪) સનાભાઇ દેવાભાઇ સોમાણી કોળી ઉવ ૪૫ રહે વવાણીયા તા માળીયા મી (૫)મનીશભાઇ મગનભાઇ સાલાણી કોળી ઉ.વ.૨૭ રહે.વવાણીયા તા.માળીયા મી, કબજે કરેલ મુદ્દામાલ – ગંજી પત્તાના પાના નંગ-પર તથા કુલ કિ.રૂ. ૧૦૪૦૦/-ના મુદામાલ કબજે કરેલ છે


કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પો.સબ.ઇન્સ બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા તથા પો.કોન્સ.વિપુલભાઇ લાખાભાઇ ડાંગર તથા પો.કોન્સ ભાવેશભાઇ ગરચર તથા પો.કોન્સ.લકીરાજ ચંદુભાઇ લોખીલ