મોરબી : રાજ્ય કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારતી વિદ્યાર્થિની

મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની રાઠોડ રાજવીબા જયદીપસિંહ મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્ય કક્ષાના કલા ઉત્સવ 2021-22માં ભાગ લીધો હતો.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની કલા ઉત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા  2021-22 યોજાયેલ હતી.જેમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પર વિજેતા થઈ રાજ્ય કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ મોરબી જિલ્લાને ગૌરવાન્વિત કરતું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.તે બદલ GCERTના અધ્યાપક અંકિતાબેન ત્રિવેદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી મોરબી જીલ્લાનું અને મોડેલ સ્કૂલ – મોટી બરારનું ગૌરવ વધારવા બદલ મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા હર્ષ સાથે અભિનંદન સહ શુભેચ્છાઓ  આપવામાં આવેલ છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શાળા અને પરિવારનું નામ રોશન કરે તેવા શુભાશિષ પાઠવવામાં આવ્યા.