વાંકાનેર સીટી પો.સ્ટે. ના હસનપર ગામની સીમમાંથી છ એક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને શોધી કાઢતી મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના સ્ટાફના મણસોને જરૂરી કાર્યવાહી કરી હકિકત મેળવી સગીરવયની બાળાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે સ્ટાફના માણસો સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન પો.હેડ કોન્સ દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને હકીકત મળેલ કે, વાંકાનેર સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૫૩/૨૦૨૧ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામે આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને હસનપરગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી સીરામીક કારખાના માંથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજયના પીટોલ વિસ્તારમાં હોવાની મળેલ હકિકત આધારે તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર બન્ને હાલે વાંકાનેર બ્રાઉન્ડ્રી બાજુ હોવાની હકિકત મળતા જે હકિકત આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના સ્ટાફના માણસો સાથે તપાસ કરતા આરોપી દીનેશભાઇ ગુભાઇ ગુંડીયા ઉ.વ.૩૦ રહે. પીટોલ, કલણ તલાવ ફળીયુ તાપીટોલ જી.જાબવા (એમ.પી.) વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પો.સ્ટે.ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, વી.કે.કોઠીયા તથા ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા HC જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઇ કાસુન્દ્રા વિગેરે દ્વારા કરેલ છે.