મોરબી : ગુજરાત અર્ધ લશ્કર સંગઠનની અગત્યની મિટિંગ યોજાયો

મોરબી ખાતે પટેલ દિપેશભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતામાં અર્ધ લશ્કર સંગઠન મોરબી જીલ્લા ની અગત્ય ની મિટિંગ થઈ જેમાં ગુલામભાઈ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, અનિલભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ, તુલસીભાઈ અમદાવાદ શહેર પ્રમુખ અને હિતેન્દ્ર સિંહ મોરબી જિલ્લા પ્રમુખ તેમજ મોરબી જિલ્લા ના અર્ધ લશ્કર ના નિવૃત્ત ભાઈઓ હાજર રહ્યા.

હાજર અર્ધ લશ્કર ના નિવૃત્ત ભાઈઓ એ વિશ્વાસ વ્યકત કર્યો કે આવનાર સમય મા અર્ધ લશ્કર સંગઠન ના મજબૂત સંગઠન ના માધ્યમ થી આપના પડતર પ્રશ્નો નું ચોક્કસ નિરાકરણ થશે.