મોરબી : ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાનું ગૌરવ વધારતી વિદ્યાર્થિનીઓ

શ્રીમતી એસ.એચ.ગાર્ડી હાઈસ્કુલ મયુરનગર શાળાનું ગૌરવ

હળવદ તાલુકાના મયુરનગર ગામની શ્રીમતી એસ.એચ.ગાર્ડી હાઈસ્કુલ ની વિદ્યાર્થીનીઓ ચાવડા કરુણા ડી. અને લકુમ અંજલી ડી.વર્ષ ૨૦૨૧-૨૨ ના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા અને જીલ્લા કક્ષાએ વિભાગ-4  માં પ્રથમ નંબર કૃતિનો આવેલ છે તેમને શાળા અને તાલુકાનું ગૌરવ વધારેલ છે.

તેમને શાળા ના શિક્ષક એન.એમ.પટેલ તથા એચ.ડી.પરમારના માગદર્શન હેઠળ સ્પીડ બ્રેકર દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાની કૃતિ તૈયાર કરેલ અને તાલુકા અને જીલ્લા કક્ષાએ વિભાગ-4 માં પ્રથમ નંબર મેળવેલ.શાળાના આચાર્ય સંઘવી સાહેબ અને શાળા પરિવાર અભિનંદન આપે છે.આ કૃતિ હવે રાજ્ય કક્ષા એ ભાગલેવા માટે સ્પર્ધામાં જશે.