મોરબી જુના ઘુંટુ રોડ પાસેથી દેશી હાથબનાવટની લોખંડી મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૨ સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી.
મોરબી જીલ્લામાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો ઉપર વોચ તપાસ રાખી ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા કાર્યરત હતા દરમ્યાન પો.હેડ કોન્સ શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને સયુકત મળેલ ખાનગી બાતમી હકિકત આધારે મોરબી-જુના ઘુટુ રોડ ભારત પેટ્રોલપંપના પાછળ પટ્ટ માંથી આરોપી પાસેથી દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગર સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી મસરૂર સ./ઓ.નુરમીયા નવાબમીયા શેખ ઉવ.૨૯ રહે. ૧૯ બાગફરહત, અફજારોડ, બાગજુર, સીંકદરી સરાયે, ભોપાલ, મધ્યપ્રદેશ, કબ્જે કરેલ મુદામાલ (૧) દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૨ કુલ કી.રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, તથા HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા વિગેરે દ્વારા કરેલ છે.