મોરબી પો.ઇન્સ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ તેમજ પો.સબ.ઇન્સ પી.જી.પનારા નાઓની સુચના મુજબ મોરબી જીલ્લામા ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને શોધી કાઢવા સુચના મળતા જે અંગે એસ.ઓ.જી સ્ટાફ મોરબી સીટી વિસ્તારમા પેટ્રોલીગ મા હતા દરમ્યાન HC શેખાભાઇ મોરી ને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાંથી આરોપી યાસીનભાઇ ઉર્ફે બાબરી સીદીકભાઇ ગંઢાર જાતે.વાઘેર ઉ.વ.૩૧ રહે.જામનગર ધરારનગર નં.૧ શાળા નં.૫૫ પાસે બેડેશ્વર ડાંગરવાડા વાળા ના નેફામાથી ગે.કા. દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે મળી આવતા તેને સદરહુ પીસ્ટલ બાબતે પુછતા તેને આ પીસ્ટલ હાજર નહી મળી આવેલ સાજીદભાઇ અજીજભાઈ બ્લોચ રહે.ચંદ્રપુર તા.વાંકાનેર જી.મોરબી વાળાએ આપેલ હોવાનુ જણાવતા બંને ઇસમો વીરુધ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા ગુન્હો રજી કરાવેલ છે.
સદરહુ કામગીરી મોરબી એસ.ઓ.જી ના HC શેખાભાઇ મોરી તથા HC રસીકભાઇ કડીવાર તથા HC સબળસિંહ સોલંકી તથા HC મુકેશભાઇ જોગરાજીયા તથા UPC સતિષભાઇ ગરચર તથા ડ્રા.પો.કોન્સ સંદીપભાઇ માવલા નાઓએ કરેલ છે.