હળવદના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષા પુસ્તક વાચક સ્પર્ધામાં અવ્વલ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

હળવદ-જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા. તા: 05-03-2022ના રોજ સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા મોરબી આયોજિત જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તેમજ જિલ્લા પ્રોજેકટ કો ઓર્ડીનેટર અને જિલ્લા શિક્ષણાધિકારી મોરબી બી. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન મોરબી ખાતે કરવામાં આવ્યું. જેમાં ધો. ૬, ૭, ૮, ૯ અને ધો.૧૧ ના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુલ 26 વિધાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જે અંતર્ગત આ સ્પર્ધામાં 26  વિધાર્થીઓએ પોતે વાંચેલા પુસ્તકો વિશે દશેક મિનિટમાં પુસ્તકની માહિતી, કેન્દ્રવર્તી વિચાર, પુસ્તકની ઉપયોગીતા બાબતે મૌલિક ચિંતન વ્યક્તવ્ય સ્વરૂપે રજૂ કર્યા હતા.જેમાં ધોરણ-7ના વિભાગમાં સમગ્ર મોરબી જિલ્લાના બાળકો માંથી  પે સે.શાળા નંબર-4 હળવદનો વિદ્યાર્થી સોનગ્રા ધ્રુવેશ દિલીપભાઈ પ્રથમ નંબરે આવેલ હતો જે આગામી તા.12 માર્ચના રોજ રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ તકે શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાએ વિજેતા વિદ્યાર્થીને અભિનંદન પાઠવી માર્ગદર્શક શિક્ષક હરજીવનભાઈ પરમાર, જાગૃતિબેન જોબનપુત્રા, જયશ્રીબેન ગરધરીયા અને મિતાબેન પિત્રોડાનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે સી.આર.સી.કેતનભાઈ પટેલ, હળવદ તાલુકા બી.આર.સી પ્રવિણસિંહ, હળવદ તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી દીપાબેન બોડાએ શાળા પરિવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

 

વિશાલ જયસ્વાલ હળવદ