મોરબી જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં બે વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

મોરબી જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતા મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થી અવની ડાંગર અને દિક્ષિત બોરીચા                

તા. 5 માર્ચ 2022ને શનિવારના રોજ બી.આર.સી. ભવન, મોરબી ખાતે એસ.એસ.એ. કચેરી, મોરબી આયોજિત જિલ્લા કક્ષાની ધો. 6 થી 8 તેમજ ધો.9 અને 11ના મોરબી જિલ્લાના પાંચેય તાલુકા કક્ષાએ પ્રથમ આવેલા બાળકોની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું.

જેમાં મોડેલ સ્કૂલ-મોટી બરારના ધોરણ-9 નો વિદ્યાર્થી બોરીચા દિક્ષિત માવજીભાઈ અને ધોરણ-11ની વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ આ બંન્ને વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે.

શાળાને ગૌરવાન્વિત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું નામ રોશન  કરે એ બદલ  મોડેલ  સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા સાહેબ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી.