મોરબી ગૌશાળાના લાભાર્થે રમાયેલ રામામંડળમાં 3 લાખથી વધુ ફાળો એકત્રિત થયો

મોરબી તાલુકાના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રમાયેલ રામામંડળમાં 3 લાખથી વધુ ફાળો એકત્રિત થયો મોરબી તાલુકાના નારણકા ગામમાં ૬મીએ ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું.

નારણકા ગામમાં સેવાભાવી મનસુખભાઇ તથા અશોકભાઈ મોરડીયાના કાકા કરશનભાઈ ઓધવજીભાઈ મોરડીયાના પુત્રના ઘરે પુત્રના વધામણાં થતાં પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી પીઠડ ગૌ-સેવા રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવ્યું હતું. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. રામામંડળમાં ગૌશાળાના લાભાર્થે 3 લાખ 14 હજાર ફાળો એકત્રિત થયો હતો.