માળીયા(મિં) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ્સ કીટ અર્પણ

માળીયા(મિં) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ્સ કીટ અર્પણ

શ્રી જાજાસર પ્રાથમિક શાળાના બાળકોને સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ કીટ આપીને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું,જેમાં ક્રિકેટ ના સાધનો બેટ બોલ  તેમજ છોકરી માટે દોરડા કુદના દોરડા ચેસ,બેડમિન્ટન આપવામાં આવ્યા હતા  તેમજ આંગણવાડી માટે પણ  નાસ્તા માટેની  કીટ  આપવામાં આવી હતી જે પ્રસંગે સુજલોન કંપની તરફથી મેનેજર સુઝલોન કંપની ભુજ કચ્છ દિલીપભાઈ પટેલ મયુરભાઈકાનાણી,જનકભાઈ માથુકિયા, તેમજ પ્રોજેક્ટ મેનેજર સ્વ જે.વી.નારીયા એજ્યુકેશન કચેરી ટ્રસ્ટી વિજયભાઈ સોજીત્રા, તેમજ  ગામના સરપંચ  મનુભાઈ તેમજ જેઠાભાઈ દ્વારા કાર્યને પ્રસંશનીય કાર્ય તરીકે બિરદાવ્યું,તેમજ શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા તેમજ માળીયા મીયાણા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક  મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, કેસુરભાઈ,ચેતનભાઇ,જેમિની બેન,શાળા પરિવાર વતી સૂજલોન પરિવાર નો આભાર વ્યક્ત કર્યો