આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં અભયમ 181 એ સાત વર્ષ પુરા કર્યા!

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા અને બાળ સુરક્ષા અંતર્ગત ગત તારીખ 8 માર્ચ 2015ના રોજ મહિલાઓ માટે 181 અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં મોરબીમાં સાત વર્ષ પૂરા કરી મહિલાઓ માટે પરિવારિક ઘરેલુ ગ્રહ કંકાસથી કંટાળી પરિવારિક પ્રશ્નો અંતર્ગત સામાન્ય બોલાચાલીમાં મન દુઃખવા જેવા અનેક વિવિધ પ્રશ્નો અંગે મહિલાઓના હક હિત અધિકાર તત્કાલ ઘટનાસ્થળે પ્રાપ્ત થઈ શકે તેવા પ્રયાસો અંતર્ગત મળે સરકાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઇન શરૂ કરેલ છે જેમાં મોરબીની મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ ટીમ ને મોરબી શહેર જિલ્લાના ૧૬૧૭૩ જેટલા ઇમરજન્સી કોલ મળેલ છે જેમાં ઘટના સ્થળે ઘણા બધા કેસો નું સમાધાન કરાવી અને જરૂર જણાયે પીડિતાને કાયદાકીય અને અન્ય મદદ માટે વિવિધ સરકારી મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ તેમજ મહિલાઓને જાગૃત કરવામાં અને મહિલાઓને મદદ થવા માં મોરબી ટીમના કાઉન્સિલર રસીલાબેન કુંભાણી અને જાગૃતિ ભૂવા ની મહિલાલક્ષી હિત કામગીરીને કામગીરીને મહિલા હિતેચ્છુ સંસ્થાઓ સરકાર સહિત ના અગ્રણીઓ આગેવાનો બિરદાવી છે