મોરબી : કોચિંગ કલાસીસમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી ?

મોરબી જીલ્લાના હળવદ શહેરમાં  ચાલતા તક્ષશિલા કોલેજ દ્વારા મુખ્ય રસ્તાઓ પર તથા જાહેર સ્થાનો પર હોર્ડિંગસ દ્વારા તેમજ રિક્શા દ્વારા શહેરમાં ફરીને  માયકમા જાહેરાત કરાવેલ કે અનુસુચિત જાતિ-SCના વિદ્યાર્થીઓને તથા ઓપન-જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મફત… મફત.. મફત… મા કોચિંગ ક્લાસ કરાવવામાં આવશે તથા આ સિવાય અન્ય કેટેગરીના વિદ્યાર્થી માટે 7000/- રૂપિયામાં ફી લઈને કલાસીસ કરાવવામાં આવશે. અને બાદમાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીની પાસેથી સમાજ કલ્યાણ કચેરીમાંથી કોચિંગ ક્લાસ માટે વિદ્યાર્થીને મળતી વીસ હાજર રૂપિયા જેટલી  સ્કોલરશીપ રકમ  સંસ્થા દ્વારા પડાવી લેવામાં આવતી હોય જે બાબત પ્રકાશમાં આવતા નગરજનો દ્વારા હળવદ મામલતદારસાહેબ શ્રીને   આવેદન પત્ર આપીને તંત્ર અને સરકારનું ધ્યાન દોર્યું છે.

જો અન્ય સમાજ પાસેથી કોચિંગ ક્લાસની ૭૦૦૦ ફી લેવામાં આવે છે તો અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ ક્લાસ કરાવવાની જાહેરાત કરીને બાદમાં અનુ.જાતિ વિદ્યાર્થી માટે  મળતી  સ્કોલરશીપની તમામ ૨૦૦૦૦(વીસ હજા) રકમ પડાવી લઈને ત્રણ ઘણી ફી હડપી લેવાની ગેરરીતિઓ આચરી સરાસર લુટ ચલાવાય રહી છે. મફતના નામે આ પ્રકારની છેતરપીંડીઓ અટકાવી કોલેજ-સંસ્થા-કોચિંગ ક્લાસ સામે કાયદેસર કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે.