સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના ડિરેક્ટર ક્રિભકોના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વોઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, તાલુકા પ્રમુખ પ્રભુભાઈ કામરીયા માજી ધારાસભ્ય શ્રીબાવનજીભાઇ મેતલિયા તથા બહોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહેલ.
ચણાનો ટેકાનો ભાવ એક મણના રૂપિયા ૧૦૪૬ રાખેલ છે તથા એક ખેડૂતના મહતમ 125 મણ લેખે ચણા ખરીદવામાં આવશે. ખરીદી કેન્દ્રનું સંચાલન શ્રી ટંકારા સેવા સહકારી મંડળી લિમિટેડ તરફથી કરવામાં આવે છે તેમ મંડળીના સેક્રેટરી જીતુભાઈ ખોખાણી દ્વારા જણાવેલ.