વાંકાનેર તાલુકાના વિકાસ લક્ષી કાર્યને વેગ આપવા મહિલા દિન નિમિત્તે જીજ્ઞાશાબેન મેર એ કર્યું આંગણવાડીનું લોકાર્પણ

વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની સાથે સાથે વિકાસની દિશામાં સ્થાનિક રાજકીય ચૂંટાયેલા સભ્યો સદસ્યો દ્વારા વેગ આપવામાં આવી રહ્યો હોય તેમ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે વાંકાનેર તાલુકાના રાતડીયા ખાતે આંગણવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેથી નાના ભૂલકાઓને રમત ગમત શબ્દ જ્ઞાન સાથે નાસ્તા ભોજન ઘરઆંગણે મળી રહે તેવા પ્રયાસો અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ તાલુકા પંચાયતના સદસ્ય જીગ્નેશબેન મેર ના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ બહેનો સહિત સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં બાળ વિકાસ ચેરમેન સરોજબેન ડાંગરોચા તેમજ અખિલ ભારતીય કોળી સમાજના જિલ્લા મંત્રી ડાંગરોચા તેમજ તાલુકા સદસ્યો સભ્યો વગેરે રાતડીયા ગામના સરપંચ રાજુભાઈ મેર અને સમગ્ર ચૂંટાયેલા ગામ પંચાયતની બોડી ના સભ્યો સદસ્યો સહિત સમગ્ર ગામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા હસ્તે આ લોકાર્પણ આંગણવાડીનું કરવામાં આવ્યું હોય તેથી મહિલાઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યું હતું આ કાર્યક્રમની રૂપરેખા સાંજે 4:30 કલાકે શરૂ કરવામાં આવી હતી ધાર્મિક વિધિ અંતર્ગત કંકુ પગલા કરી આંબાવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જય ગણેશ કરવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં નજરે પડે છે