મોરબી : પ્રમાણિકતા દાખવી રૂપીયા ભરેલ થેલો પોલીસને સોંપીયો

પ્રમાણિકતા દાખવી રૂપીયા ભરેલ થેલો(બેગ) ટંકારા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી એક ઉત્તમ નાગરિક તરિકેની ફરજ અદા કરતા મોરબી જીલ્લાના વતનીઓ

રાજકોટ થી મોરબી તરફ રિક્ષા લઈને આવતા જયદિપભાઇ દિનેશભાઇ ઠાકોર રહે.મોરબી તથા મોરબી ઠાકોર સમાજના પ્રમુખ વિણાબેન દિનેશભાઇ ઠાકોર રહે.અમરેલી(મોરબી) તથા ચંદ્રિકાબેન દેવાયતભાઇ ઠાકોર રહે.લીલાપર તથા રિક્ષાચાલક મયુરભાઇ બાબુભાઇ બાબરીયા રહે.પાનેલી વાળા લજાઇ નજીક આવેલ CNG પેટ્રોલપંપ પર ગેસ પુરાવવા ઉભા રહેલ એ દરમ્યાન પંપની બાજુમાં રોડની સાઇડમાં એક કાળા રંગનો થેલો(બેગ) બાળકીને નજરે ચડતાં સાથેના વડિલને વાત કરી થેલો ચેક કરતાં તેમાં રોકડ રૂપીયા ૮૪૦૦૦/- તથા ચેકબુક તેમજ જરૂરી દસ્તાવેજી ડોક્યુમેંટ્સ જોવા મળતા તાત્કાલિક મોરબી ના પોલીસ ઇન્સપેક્ટર વી.બી.જાડેજાના ઓનો સંપર્ક કરેલ ત્યારબાદ પો.ઇન્સએ ટંકારા પોલીસ સ્ટેશને થેલો (બેગ) આપવા જણાવેલ હોય ત્યારબાદ ટંકારા પોલીસ સબ ઇન્સપેકટર એસ.એમ.રાણા તથા સાથેના પોલીસ સ્ટાફે થેલાનો કબ્જો લઈ અને મુળ માલીકની ઓળખ કરવા તપાસ હાથ ધરી અને આટલી મોટી રકમ હોવા છતાં આ પરિવારે બતાવેલ પ્રમાણિકતાને બીરદાવી એક ઉત્તમ નાગરિક ફરજ અદા કરતા આ કામગીરી કરનાર પ્રમાણિક પરિવારને પોલીસ ખાતા દ્વારા બીરદાવામાં આવેલ હતાં