મોરબી : છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પ્રયત્નશીલ હતા જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા તથા ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા ને ખાનગી રાહે મળેલ હકીકત આધારે હળવદ પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં. ૫૬૫/૨૦૨૧ ૬૬(૧)બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી પપ્પુ ઉર્ફે રાધે ઉર્ફે કિશન નવઘણભાઇ રાતડીયા રહે.મૂળ ગાગોદર તા.રાપર જી.કચ્છ હાલ.રહે.જેતપર મોરબી વાળાને તા.૦૮/૦૩/૨૦૨૨ ના કલાક ૧૭/૦૦ વાગ્યે જેતપર નવાપરાથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

આમ, છેલ્લા ૫ માસથી પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ.એન.એચ.ચુડાસમા એલ.સી.બી મોરબી,પો.સબ.ઇન્સ. એ.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.