વાંકાનેર ગારીડાના મુસ્તફા બાપુ(બગાબાપુ) એજામનગર ખાતે 137 વખત બ્લડ ડોનેટ કર્યું!!!

જામનગર ખાતે મુસ્લિમ સેવા સંઘ દ્વારા યોજાયેલ સેવાભાવીઓ ના સન્માન સાથે બ્લડ ડોનેશન કેમ્પ તાજેતરમાં જ યોજાયો હતો જેમાં સમગ્ર શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સમાજ ચિંતકો સર્વે સમાજના હિતેચ્છુઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમાં વાંકાનેર તાલુકાના ગારીડા માં હઝરત અબ્દુલશા પીર ના ખાદીમ મુસ્તફા બાપુ ઉર્ફે બગાબાપુ જેવો સમગ્ર વાંકાનેર પંથક સહિત શહેર-જિલ્લામાં સેવાના કાર્યો થી જાણીતા છે સાથે સાથે તેઓ બ્લડ ડોનેટ ના રકતદાતા તરીકે લોકપ્રિય રહ્યા છે તેની લોકપ્રિયતા જામનગરમાં 137મી વખત બ્લડ ડોનેટ કરી રેકોર્ડ નોંધાવ્યો છે જેથી સમગ્ર સંસ્થાના આયોજકો અને સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સમાજ ચિંતકોએ મુસ્તફા બાપુ ને હાર્દિક શુભેચ્છા અભિનંદન પાઠવી છે બ્લડ ડોનેટ ના સેવાકાર્ય માં બગા બાપુ નું વાંકાનેર પંથક માં મોખરે રહ્યું છે જે તસવીરમાં નજરે પડે છે