બગથળા ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બગથળા ગામે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બગથળા ગામ ના મહિલા સરપંચ શ્રીમતી કાંતાબેન ચુનીભાઈ ઠોરિયા હાજર રહી ઉપસ્થિત મહિલાઓને વિવિધ ક્ષેત્રો માં મહિલા ના યોગદાન વિશે માહિતી આપી હતી જ્યારે આ કેન્દ્રના વડા ડો.એલ.એક.જીવાની તેમજ કેન્દ્ર વૈજ્ઞાનિક ડી.એ.સરડવા દ્વારા પ્રસંગ ને અનુરૂપ  માહિતી આપી હતી અને મહિલાઓને દરેક ક્ષેત્ર માં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમ ના અંતે આભાર વિધિ આ કેન્દ્ર  નિલેશભાઈ વાધડીયા એ કરી હતી.