પ્રગતિશીલ ખેડૂતો સાથે ખેતી લક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આજરોજ વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. એન. કે. ગોટીયાએ ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપી વિવિધ જાણકારી આપી હતી. આ ઉપરાંત વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.એન. ગાજીપરા, સંશોધન વૈજ્ઞાનિક (સૂકી ખેતી) ડૉ. હિરપરા, તઘડિયા કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. મારવણિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ, નાયબ નિયામક વિસ્તરણશ્રી સીણોજીયા, નાયબ પશુપાલન નિયામક ડૉ. કટારા તેમજ મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. જીવાણી અને સરડવા સાથે રહી ખેતીલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કર્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સમગ્ર સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.