ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા વુમન્સ ડે નિમિતે આયોજીત સેમિનાર મા ખ્યાતનામ ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા દ્વારા “હેલ્ધી અને બેલેન્સ લાઈફ ફોર વુમન ઍમપાવર્મેન્ટ ” વિષય પર વુમન્સ ડે ના દિવસે માર્ગદર્શન આપવા મા આવ્યુ
પોતાનુ સમગ્ર જીવન બીજા માટે જીવનાર ત્યાગ અને બલિદાન નુ પાત્ર એટલે નારી, પરોપકાર અને વાત્સલ્ય ની મુર્તિ, સમગ્ર સૃષ્ટી ની સર્જનહાર એટલે નારી
હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા ખ્યાતનામ મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા શહેર ના આઈ.એમ.એ. હોલ ખાતે સમગ્ર મોરબી ની હોસ્પીટલ ના ડોક્ટર્સ અને ફેમિલી માટે સેમિનાર નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. આ સેમિનાર મા મોરબી ની ખ્યાતનામ સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત મહિલાઓનુ દરેક ક્ષેત્રે યોગદાન કઈ રીતે મહત્વ નુ છે. સમાજ ના વિવિધ ક્ષેત્રે મહીલાઓ એ પ્રાપ્ત કરેલી સફળતાઓ તેમજ સમાજ મા ગૌરવવંતુ સ્થાન ધરાવતી વિવિધ મહિલાઓ ના ઉદાહરણ દ્વારા મહિલાઓ પુરુષ સમોવડી નહી પરંતુ પુરુષ કરતા ચઢીયાતી છે તેવુ મહીલાઓ એ સાબિત કર્યુ છે જે બાબત ની તલસ્પર્શી માહીતી આપી સમાજ ને પ્રેરણારૂપ પ્રોત્સાહન પુરુ પાડ્યુ છે.
સ્ત્રી એક માઁ તરીકે, પત્નિ તરીકે, દીકરી તરીકે જીવન મા કઈ રીતે યોગદાન પુરુ પાડે છે તે બાબતે માહીતી પુરી પાડી હતી. તે ઉપરાંત મહિલાઓ એ આજના ભાગ -દોડ ના સમય માં પોતાના શરીર માટે સમય કાઢી રોગ વગર તંદુરસ્ત કઈ રીતે રહેવું એના વિશે ડિટેઇલ માં માહિતી આપી હતી.જેમાં ટૂંકમાં કહી તો P. M. N. E. W. S. એટલે પોઝિટિવ એટ્ટીટ્યૂડ, મેડિટેશન-યોગા ,ન્યુટ્રીશન, એક્સરસાઈઝ, વોટર, સ્લીપ, સેલ્ફ ડિસિપ્લિન અને સ્પીચ વિશે જણાવ્યું હતું. બહેનો માટે બેલેન્સ લાઈફ જીવવા માટે હેલ્ધી લાઈફ , ફેમિલી લાઈફ, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ ચારેય ને સાથે બેલેન્સ કઈ રીતે કરી શકાય? અને આજ ના કોમ્પિટિશન ના સમય માં સોશ્યિલ મીડિયા અને મોબાઈલ ની બાળકો માં થતી સાઈડ ફફેક્ટ અને આધ્યાત્મિક વાંચન નૉ અભાવ ના લીધે સમાજ માં થતી અસર વિશે માહિતી આપી હતી.
આ સેમિનાર મા મોરબી ની વિવિધ હોસ્પીટલ માંથી બહોળી સંખ્યામાં અલગ -અલગ બ્રાન્ચ ના નિષ્ણાંત તબિબો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચ ના પ્રમુખ ડો. દીપકભાઈ બાવરવા તથા સેક્રેટરી ડો.જયદીપ કાચરોલા સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી તથા આઈ. એમ. એ. પરિવાર ના સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.