મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ, મોરબી-હળવદ રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ કારનો પીછો કરતા કાર ચાલક નીચી માંડલી રાતાભેર જવાના રસ્તે કાર મુકી નાસી જતા હ્યુન્ડાઇ ગેટસ કાર નં.GJ-HG-9320 માં રહેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથેની કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
મોરબી પ્રોહી/જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનરલ નારા માં હોય દરમ્યાન ઉંચી માંડલ ગામ પાસે વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક સફેદ કલરની હ્યુન્ડાઇ ગેટસ કાર હળવદ તરફથી આવતા તેને રોકવા જતા કાર ચાલક પોતાની કાર લઇ નાસવા લાગતા તુરત જ તેનો પીછો કરતા મજકુર કાર ચાલક નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તે અંધારાનો લાભ લઇ પોતાની હ્યુન્ડાઇ કંપનીની ગેટસ કાર રજી.નં. GJ-01-HG-9320 વાળી મુકી નાસી જતા સદરહુ કાર ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૭૦ કિં.રૂ.૨૬,૨૫૦/- મળી આવતા મજકુર નાસી જનાર કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી 1. હ્યુન્ડાઇ કંપનીની ગેટસ કાર રજી.નં. GJ-01-HG-9320 નો ચાલક, કબ્જે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૭૦ કિં.રૂ.૨૬,૨૫૦/- તથા હ્યુન્ડાઇ કંપનીની ગેટસ કાર રજી.નં. GJ-01-HG-9320 કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૬,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલ તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ખોડુભા ઝાલા તથા પોલીસ કોન્સ. રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા તથા દિપસંગભાઇ કાનજીભાઇ ચૌહાણ નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.