હળવદમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે હળવદનું યુવાધન વ્યાજના વિષચક્રમાં દિવસેને દિવસે ઊતરતું જ રહ્યું છે અને લોકોના નાના વેપારીઓ વ્યાજખોરો પાસેથી મોટા વ્યાજે નાછૂટકે રકમ લેતા હોય છે જેનો ફાયદો ઉઠાવી વ્યાજખોરો ૧૦થી ૧૫ ટકા જેટલો વ્યાજ વસૂલવાની સમગ્ર હળવદમાં ચર્ચાઓ ચાલી રહી છે અને યુવાનો નો થઈ જતા હળવદ છોડી ગયા હોય તેવા પણ હળવદમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે તેવામાં હળવદ નાયક વેપારીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ચર્ચાનો વિષય બની ગયો હતો પણ ની દુકાન ધરાવતા વેપારી એ વ્યાજખોરોના ત્રાસથી વ્યાજ ના વિષચક્રમાં ફસાઈ જતાં તે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
પ્રાથમિક સારવાર થી હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેના પરિવાર દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હવે જોવાનું એ રહેશે કે વ્યાજખોરો ના નામ ખુલશે કે કેમ??
વિશાલ જયસ્વાલ હળવદ