વાંકાનેરમાં 51 રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

વાંકાનેર: તાજેતરમાં જ ગત તારીખ 4 માર્ચ થી વિવિધ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ નિમિત્તે યોજવામાં આવ્યા હતા જેમાં ૫૧ મા રાષ્ટરીય સુરક્ષા સપ્તાહ નીમીતે વઘાસીયા ટોલપ્લાઝા નુ સંચાલન સંભાળતી સેફ​વે કન્સેસન્સ અને ટોલ પ્લાઝા ખાતે કાર્યરત ટીબીઆર ઇન્ફ્રા પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા લોકો મા સુરક્ષા અંગે જાગ્રુકતા લાવ​વા માટે વિવીધ કાર્યક્રમો નુ આયોજન કર​વામા આવ્યુ હતુ. જેમા પ્રથમ દિવસે ૪ માર્ચ ના રોજ ટોલ પ્લાઝા ખાતે સેફ્ટી ધ્વજ ફરકાવ​વા મા આવ્યો હતો.

ત્યારબાદ સુરક્ષા સપ્તાહ અંગે ના બેનરો લગાવ​વામા આવ્યા હતા. ૦૫ માર્ચ ના રોજ પેટ્રોલીંગ ટીમ મારફતે હાઇવે પર આવેલ હોટલ પર વાહનચાલકો ને સલામતી અંગે ના પેમ્ફ્લેટ વિતરણ કર​વામા આવ્યા હતા, ૦૬ માર્ચ ના રોજ ટોલ પ્લાઝા ખાતે માર્ગ સલામતી અંગે પેમ્ફ્લેટ વિતરણ કરી જાગ્રુક્તા લાવ​વા મા આવેલ​,તેમજ વાહનો મા ૧૦૩૩ હાઇવે હેલ્પલાઇન નં‌બર ના સ્ટીકર લગાવ​વા મા આવ્યા હતા, ૦૭ માર્ચ ના રોજ ટોલ પ્લાઝા ખાતે ફાયર ફાઇટીંગ અંગે ડેમો કરી તાલીમ નુ આયોજન કર​વામા આવ્યુ હતુ.૦૮ માર્ચ ના રોજ વાંકાનેર ખાતે આવેલ નીરમલા કોન્વેન્ટ સ્કુલ ખાતે વીધ્યાર્થીઓ ને પ્રોજેક્ટર દ્વારા માર્ગ સલામતી માટે વીગત​વાર સમજાવી નીયમો નુ પાલન કર​વુ અને તેનુ મહત્વ સમજાવ​વા મા આવ્યુ હતુ

તેમજ હાઇવે પર આવેલ હોટલો પર ટ્ર્ક ડ્રાઇવરો માટે અવેરનેસ પ્રોગ્રામ ગોઠવ​વા મા આવ્યો હતો અને સુરક્ષિત અને સલામત ડ્રાઇવીંગ અંગે ખાસ તાલીમ આપ​વામા આવી હતી, ૦૯ માર્ચ ના રોજ ટોલ પ્લાઝા ખાતે વાહનચાલકો માટે આંખ નિદાન કેમ્પ નુ આયોજન કર​વામા આવ્યુ હતુ અને મોરબી ખાતે રક્તદાન કેમ્પ નુ આયોજન કર​વામા આવ્યુ હતુ. ૧૦ માર્ચ ના રોજ સમાપન કાર્યક્રમ રુપે સલામતિ થી કાર્ય કરતા કર્મચારીઓ નુ સન્માન કરી તેમને ભેટ આપવામા આવી હતી.