મેઘપર પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ યોજાયો

શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ યોજાયો જેમાં વિવિધ રમતો જેવી કે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, ત્રીપગી દોડ, કોથળા દોડ, લાંબી કુદ, ઊંચી કૂદ જેવી વ્યક્તિગત રમતો તથા રસાખેચ ,ખો ખો, કબડી જેવી સ્પર્ધાઓ તથા નાના બાળકો માટે રમુજી રમતો જેવી રીતે લીંબુ ચમચી, સંગીત ખુરશી, લોટ ફુકણી જેવી રમતો નું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ રમતોમાં પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ખેલાડીઓને તથા વિજેતા ટીમો ને શાળા પરિવાર તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા હતા.