રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

સ્વબળે સઘર્ષ કરીને સમાજમાં મોભાદાર સ્થાન પ્રાપ્ત કરનાર ભગિનીઓનું સન્માન કરાયું

મોરબી,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા.. શિક્ષા કે હિતમે..શિક્ષા કે હિતમેં શિક્ષક..શિક્ષક કે હિતમેં સમાજ ધ્યેય સૂત્ર સાથે કામ કરતું સંગઠન છે,શિક્ષક હિતની સાથે સાથે સમાજ હિત માટે કામ કરે છે, એ મુજબ વિશ્વ મહિલા દિન નિમિત્તે સમાજમાં ખુબજ સઘર્ષ કરીને સ્વબળે આગળ વધી મોભાદાર સ્થાન પ્રાપ્ત કરનાર માતૃશક્તિના સન્માન કાર્યક્રમ ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં અને દક્ષાબેન અમૃતિયા પ્રધાનચાર્ય શિશુ મંદિરની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ ગયો જેમાં ઈલાબેન ગોહિલ કે જેઓ બંને પગે દિવ્યાંગ હોવા છતાં માતાપિતાની હુંફથી સ્વબળે આગળ વધી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે એમનું સન્માન કરાયું હતું (૨) ચેતનાબેન અમૃતિયા કે જેમને ડાયાબિટીસ હોવાના કારણે કિડનીમાં કષ્ટદાયક ડાયાલિસિસ વર્ષો સુધી કરાવવાના કારણે કિડની પણ ખરાબ થઈ ગઈ, સ્વાદુ પિંડ પણ ખરાબ થઈ ગયું, કિડની ટ્રાન્સ પ્લાન્ટ કરવામાં આવી, પગમાં ગેગરીન થઈ જવાના કારણે ગોઠણથી ઉપરના બંને પગ કપાવવા પડ્યા છતાં તેઓ હિંમત હાર્યા વગર હાલ મહેન્દ્રનગર શાળામાં ભાષાના શિક્ષિકા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.

(૩) હેતલબેન પટેલ જેઓ નાનપણથી જ ખુબજ ગરીબ પરિસ્થિતિમાં મોટા થયા હોવાના કારણે ગરીબો પ્રત્યે એમના મનમાં ખુબજ કરૂણાભાવ હતો જેથી એમને અનસ્ટોપેબલ વોરીયર ટ્રષ્ટની સ્થાપના કરીને સેવાકાર્ય કરે છે, (૪)બંસીબેન શેઠ રોટરી ક્લબના પ્રમુખ તરીકે શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે (૫)ભૂમિકાબેન પટેલ કે જેઓ એસ.પી કચેરીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને જેમને માઉન્ટેન ગર્લનું બિરુદ આપી શકાય, દર વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા થાય છે એમ સતત આઠ વખત પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે છેલ્લે થયેલ સ્પર્ધામાં તેમને માત્ર ૩૮ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી અને હાલ તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેની તૈયારી કરી રહ્યા છે, (૬)ભાવિકાબેન જગોદ્રા જેમને કોરોના વોરીર્યર્સ તરીકે સર્વોત્તમ કામગીરી કરી અનેક લોકોને મોતના મુખમાંથી બચાવવામાં પોતાનું અદકેરું યોગદાન આપેલ છે અને મુખ્યમંત્રી દ્વારા પણ સન્માનિત થયેલ છે, (૭) ચંદ્રિકાબેન અજાણી જેઓ પ્રગતિ ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવે છે જેઓએ અત્યાર સુધીમાં 1100 જેટલી બહેનો દીકરીઓને કાર ચલાવતા શીખવીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(૭) રંજનબેન ગામી કે જેઓએ ખુબજ દુઃખો વેઠી મુશ્કેલીઓનો સામનો કરી ભણ્યા ગણ્યા અને હાલ એસ.બી.આઇ જેવી નામાંકિત બેંકમાં કર્મયોગી તરીકે ફરજ બજાવે છે. (૮) શિલ્પાબેન ભટાસણા દિવ્યાંગો માટેના કર્મયોગી બની છેલ્લા સતર વર્ષોથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગો માટે કામગીરી કરી રહ્યા છે,રિસોર્સ રૂમમાં દિવ્યાંગોને જીવન કૌશલ્યો શીખડાવવા,દિવ્યાંગોને મળતા લાભો અપાવવા વગેરે પ્રવૃત્તિઓ કરે છે,આ તમામ માતૃ શક્તિઓનું સન્માનપત્ર અને ડૉ.સતીષ પટેલ લિખિત બાળ ઉછેર બે હાથમાં પુસ્તક દ્વારા સન્માન કરાયું હતું,

પ્રાસંગીક ઉદબોધનદક્ષાબેન અમૃતિયા પ્રધાન આચાર્ય શિશુ મંદિર અને ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ બહેનોના કાર્યોને બિરદાવ્યા હતા અને ધન્યવાદ આપ્યા હતા, કાર્યક્રમમાં ખુબજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.નવયુગ વિદ્યાલયના પ્રમુખ સગીતાબેન વડસોલા અને જાણીતા વકીલ કાજલબેન ચંડીભ્રમર જાણીતા વકીલ અને જુવેનાઈલ જસ્ટિસ કમિટીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું આભાર દર્શન કિરણબેન આદ્રોજા મહિલા મંત્રી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિલ્પાબેન ભટાસણા આઈ.ઈ.ડી. કો.ઓર્ડીનેટરે કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા નિલકંઠ વિદ્યાલયના કેમ્પસ ડારેક્ટર જીત વડસોલાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.