વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નારી રત્નોનું સન્માન કરાયું

વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર નવ નારી રત્નનોનું સન્માન કરાયું

મોરબી,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા.. .શિક્ષક કે હિતમેં સમાજ ધ્યેય સૂત્ર સાથે શિક્ષકના હિતની સાથે સમાજ હિત માટે કામ કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિની વંદના માટેનો કાર્યક્રમ એલ કે સંઘવી વિદ્યાલય વિદ્યાભારતી વાંકાનેર ખાતે યોજાવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર શૈક્ષિક સંઘ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરતી સ્વબળે સંઘર્ષ કરી સમાજમાં કંઈક વિશિષ્ટ ઓળખ ઉભી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું સમાજમાં ખુબજ સઘર્ષ કરીને સ્વબળે આગળ વધી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર માતૃશક્તિના સન્માન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે દર્શનાબેન જે જાની અતિથિ વિશેષ મહાવીરસિંહ ઝાલા મુખ્ય અતિથિ પ્રજ્ઞાબા ઝાલા હાજર રહ્યા હતા મહિલા અધ્યક્ષ ડો ડોક્ટર લાભુબેન કારાવદરા એ સ્વાગત પરિચય અને સંગઠનનો પરિચય આપી સ્ત્રીના વિકાસની વાત કરી શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અશોકભાઈ સતાસિયા દ્વારા ત્રણ વર્ષથી કાર્યક્રમની આ પ્રવૃત્તિ.થઈ રહી છે વિશેષ માં તેઓએ જણાવ્યું સમાજ માટે પ્રત્યેક ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓને બિરદાવવા આ કાર્યક્રમ કરવામાં આવે છે તેમ જાણાવ્યું હતું.તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા છે છતાં પણ સમાજમાં પ્રત્યેક ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓના યોગદાનને સ્વીકારવા માતૃશક્તિ વંદના કાર્યક્રમ થાય છે તેવું જણાવ્યું અતિથિ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે સ્ત્રીને સ્વતંત્રતા મળવી જ જોઈએ તેને પ્રત્યેક અધિકાર પુરુષે આપવા જોઈએ મહિલા દિને ખરેખર તો મહિલા સંમેલન નહીં પરંતુ પુરુષોનું સંમેલન થવું જોઈએ અને જે કંઈ પ્રશ્નો છે મહિલાઓના તે વિશે વિચારવું જોઈએ. સન્માન પાત્ર મહિલાઓમાં (1)છાયાબેન આચાર્ય રાજાવડલા પ્રાથમિક સ્કૂલના આચાર્ય, ૨ ઇન્દુ બા ઝાલા સમાજસેવા અને મૂંગા જીવોની સેવા, ૩ ગીતાબેન સોલંકી આરોગ્ય અને સેવા, ૪ ડિમ્પલ બા ઝાલા તબીબી ક્ષેત્રે, ૫ મીના બેન કાપડી શિક્ષણ અને લેખન, ૬ ઝંખના બેન ગણાત્રા વિશિષ્ટ અભ્યાસ ક્ષેત્રે CA, ૭ હીનાબેન પાંચિયા સુરક્ષા અને પોલીસ, ૮સેવાકીય પ્રવૃત્તિ અને મહિલા સહાય હસીના બેન હુસેનભાઇ, ૯વૃદ્ધાશ્રમમાં નિસ્વાર્થ સેવા ભાનુબેન રબારી

આમ દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર નવ નારી રત્નોનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય વક્તા દર્શનાબેન જાનીએ જણાવ્યું સ્ત્રીનું સ્ત્રીત્વ એ જ તેની ગૌરવ કરવા જેવી બાબત છે તેને પુરુષ સમોડા થવાની જરૂર નથી.સ્ત્રી તરીકે જ તે શ્રેષ્ઠ છે ઈશ્વરે તેને પોતાની બાજુમાં બેસાડી છે. પ્રત્યેક સ્ત્રીએ સ્ત્રી તરીકે પોતાનું કાર્ય દીપાવી સૌ નર- નારીઓ ભેગા મળીને કાર્ય કરવું આપણે જગતની તમામ માતૃશક્તિનું વંદન કરીશું . ઘરની ગૃહિણી પણ પોતાના સંતાનો માટે જે કારકિર્દીનું નિર્માણ કરે છે તે તમામ ડિગ્રીઓનો તે પરોક્ષ સ્વરૂપે પોતે પ્રાપ્ત કરે છે અને તેનું પણ સમાજમાં સાચા નાગરીકોના ઘડતર દ્વારા ખૂબ મોટું યોગદાન છે સમાજની પ્રત્યેક માતૃશક્તિનો ઉત્કર્ષ થવો જોઈએ,ભારતની જે વિરાગંનાઑ હતી જેને કદાચ હાલ જેટલું અક્ષર જ્ઞાન પણ નહોતું મળ્યું પણ તે ખરા અર્થમાં સાક્ષર અને સશક્ત હતી.આ દરેક ઐતિહાસિક પાત્રો વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ આગળ વધ્યા છે તો આજે દરેક સ્ત્રીને ઘણી બધી અનુકૂળતા હોય છે તો પોતે પણ આગળ વધી સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ કરી સમાજમાં પોતાની ઓળખ ઉભી કરી આગળ વધશે.

આ સાથે સન્માન પાત્ર બહેનોએ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વાંકાનેરનો માતૃ શક્તિ વંદના કાર્યક્રમ કરવા બદલ હધ્ય પૂર્વક આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક સંઘના તમામ કાર્યકર્તાઓએ સફળ આયોજન કર્યું કાર્યક્રમનું સફળ સંચાલન એલ કે સંઘવી ના શિક્ષક સોનલબેન ઠુમર દ્વારા કરવામાં આવ્યું અંતે કલ્યાણ મંત્રથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ અને મહિલાઓ વિશ્વ કલ્યાણ માટે કટીબદ્ધ થયા હતા.