ટંકારા : ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું

ટંકારા : જી.સી.આર.ટી. ગાંધીનગર અને શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે તાજેતરમાં જિલ્લાકક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારાની વિદ્યાર્થિનીઓ ડાકા પરી ચંદ્રકાંતભાઈ અને કાંજિયા હર્ષિતા પ્રભુલાલ દ્વારા ધુમાડા શોષક યંત્ર, કૃતિ રજુ કરાઈ જેને પ્રથમ સ્થાન મળેલ છે

આ કૃતિ હવે રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે. આ કૃતિ બનાવવામાં શિક્ષિકા બીનાબેન કાનાણી એ માર્ગદર્શન પુરુ પાડેલ. આચાર્ય તથા ટ્રસ્ટી ગણ દ્વારા વિદ્યાર્થીનીઓને અભિનંદન તથા શુભેચ્છાઓ આપેલ છે.