ટ્રેકટર-થ્રેસરમાં ચોરખાના બનાવી તેમાં છુપાવી લઇ જવાતા વિદેશીદારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી.
સમગ્ર ગુજરાત રાજયમાં આગામી હોળી-ધુળેટી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે નિમિતે પ્રોહીબીશનની પ્રવૃતિ અટકાવવા તથા પ્રોહી. જુગારના સફળ કેસો કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા મોરબીનાઓએ એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને અને વધુમાં વધુ કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી , એન.એચ.યુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન HC પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ તથા PC વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબી ભકિતનગર ઓવરબ્રીજ પાસેથી ટ્રેકટર સાથે થ્રેસર જોડી થ્રેસરમાં ચોરખાના બનાવી તેમાં વિદેશીદારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી : (૧) ચુનારામ સોનારામ ગોદારા જાટ, (૨) રાજુભાઇ ચૌધરી રહે.સાંચોર રાજસ્થાન (પકડવા પર બાકી) વિદેશીદારૂનો જથ્થો લઇ જવાની મોડસ ઓપરેન્ડી આ કામે પકડાયેલ આરોપીએ પોલીસને શંકાકુશંકા ન જાય તે સારૂ ટ્રેકટર સાથે જોડેલ થ્રેસર કે જે ખેત પેદાશ જીરૂ ચણા, વરીયાળી ઉપાડવાના કામમાં ઉપયોગી છે તે થ્રેસરમાં ચોરખાના બનાવી નટ બોલ્ટ ફીટ કરી ચોરખાનામાં અંગ્રેજીદારૂની બોટલો સંતાડી રાજસ્થાન થી રાજકોટ લઇ જતા પકડાયેલ છે.
કબ્જે કરેલ મુદામાલ (૧) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી બોટલો નંગ ૧૬૨ કિ.રૂ.૮૪૨૪૦/, (૨) મેક્ડોવેલ્સ નં.૧ સુપીરિયર વ્હીસ્કી બોટલો નંગ-૬૪૫ કિ.રૂ.૨,૪૧,૮૭૫/ (3) મહિન્દ્રા B-275 DI ટ્રેકટર રજી. નં.RJ-46-RA-2788 તથા થેસર કિ.રૂ.૨,૦૦,૦૦૦/, (૪) સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/ મળી કુલ કિ.રૂ.૫,૩૧,૧૧૫/ નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા સુરેશભાઇ હુંબલ દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા વિગેરે દ્વારા કરેલ છે.