વાંકાનેર : ભલગામથી બે ઇસમને પોસડોડાના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.

મોરબી જીલ્લામાં એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે સુચના કરેલ હોય જે અન્વયે અમો જે.એમ.આલ તથા પો.સબ.ઇન્સ. પી.જી.પનારા તથા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ HC મુકેશભાઇ જોગરાજીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, આરોપી નં.(૧) પ્રવીણભાઇ નાજાભાઇ ભાલીયા જાતે.કોળી ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબી તથા આરોપી નં.(૨) દેવરાજભાઇ ઉર્ફે રાણાભાઇ રામજીભાઇ ધોરીયા જાતે.કોળી ઉ.વ.૫૨ ધંધો-ખેતી રહે.ઠીકરીયાળા તા.વાંકાનેર જી.મોરબી વાળાઓ આરોપી નં.૧ ના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર વનસ્પતી જન્ય માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો મંગાવી છુપી રીતે વેચાણ કરતા હોવાની બાતમી આધારે પંચો પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા વનસ્પતી જન્ય માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો જેનો વજન ૨૨૨ કિલો તથા ૮૧૦ ગ્રામ કિ.રૂ.૬,૬૮,૪૩૦/-નો રાખી તથા ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કી.રૂ.૬,૬૯,૪૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ જેની પુછપરછમાં આરોપી નં.(૩) શંકરલાલ ગોપીલાલ ગુર્જર રહે.રાજસેટીગામ તા.અમેઠ જી.રાજસમદ (રાજસ્થાન) વાળાએ ટ્રક દ્વારા આ જથ્થો આપી જઇ મદદગારી કરતા ત્રણેય ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ વાંકાનેર તાલુકા પો.સ્ટે. માં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં અમો એસ.ઓ.જી.પોલીસ ઇન્સપેકટર જે.એમ.આલ તથા પો.સબ.ઇન્સ. પી.જી.પનારા, પો.હેડ કોન્સ. રસિકભાઇ કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા મહાવીરસિંહ પરમાર તથા પો.કોન્સ. સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા પો.કો. પ્રિયંકાબેન પૈજા તથા ડ્રા.પો.કો. અશ્વીનભાઇ લોખીલ તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા તથા રવી કલોત્રા રોકાયેલ હતા.