વાંકાનેર : વ્યસનની જાગ્રુતિ અર્થે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ મોરબી દ્વારા વાંકાનેર તાલુકાના ચંદ્રપૂર ગામની ભાટીયા સોસાયટી કુમાર પ્રા. શાળા અને ભાટીયા કન્યા પ્રા.શાળામાં તમાકુના વ્યસનની જાગ્રુતિ અર્થે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ અને વ્યસનમુકિતના સંદેશ અને સમજણ આપતા નિબંધ તથા ચિત્રો દોર્યા હતા, ત્યારબાદ બંને સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ

ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા બંન્ને શાળાના વિધાર્થીઓને વ્યસન મુક્તિ ના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન તેની આર્થિક અસરો, સામાજિક અસરો વગરે બાબતો અને સમજ આપવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય બુધ્ધદેવ અતુલકુમાર સાહેબ દ્વારા તમામ બાળકોને જિંદગી માં કયારેય વ્યસન ન કરવા અને પોતાના પરીવારને પણ વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય વસીયાણી મનસુખ તથા બંને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ.