ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન અર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ના આયોજન માટે મિટિંગ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સંપન્ન
મોરબીના લજાઈ પાસે ભીમનાથ મંદિર પાસે ઉમિયા માનવ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઉમિયા માનવ મંદિરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે.ત્રીસ વિઘાના વિશાળ કેમ્પમાં નિરાધાર વૃદ્ધો માટે સો રૂમો ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણ કરોડો રૂપિયાનું,દાન પોતાના રળેલા રૂપિયામાંથી આપનાર તમામ દાતાઓના વિશિષ્ટ સન્માન માટે સતશ્રીની સંસાર રામાયણ પારાયણનું આયોજન આગામી મેં 21.મી મેં થી 31 મી મેં સુધી 2022 અગિયાર દિવસની કથાનું યોજાવાની હોય એના આયોજન માટે તમામ ટ્રષ્ટીઓની મીટીંગનું આયોજન તા.૧૩.૦૩.૨૨ ને રવિવારના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર પાસે ઉમિયા મંદિર ખાતે મળી હતી એમાં ગોપાલભાઈ ચારોલા ઉપ પ્રમુખે ઉમિયા માનવ મંદિરની સ્થાપનાનો હેતુ જણાવતા કહ્યું કે આ માનવ મંદિર એવા લોકો માટે છે કે જે વડીલોને દીકરા નથી માત્ર દીકરીઓ જ છે એવા નિરાધારો માટે સો રૂમમાં દરિદ્રનારાયણોને સ્થાન આપવામાં આવશે
પોપટભાઈ ગોઠી મંત્રીએ મીટીંગના એજન્ડા મુજબની ચર્ચા કરી થયેલ કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી,પોપટભાઈ કગથરા પ્રમુખે સતશ્રીની કથાની માઈક્રોપ્લાનિંગ સાથેની છણાવટ કરતા જણાવ્યું કે 28 પેઇઝની સૌથી મોટી કંકોત્રી બનશે જેમાં દાતાઓના નામ આવશે,કયા દાતાઓનું કયા દિવસે સન્માન કોના હાથે કરવામાં આવશે? એની સંપૂર્ણ વિગત આપવામાં આવશે સંસાર રામાયણ કથાનું લાઈવ પ્રસારણ થશે અગિયાર દિવસની કથા દરમિયાન 111 જેટલા દાતાઓનું સન્માન કરાશે, દાતાઓની બેઠક વ્યવસ્થા પ્રવેશ વ્યવસ્થા વગેરે વાતો કરી હતી. આ પ્રસંગે 300 જેટલા લોકોએ મીટીંગમાં હાજરી આપી,કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું