મોરબી લીલાપર ગામે મકાનમાંથી એક ઇસમને દારૂના જથ્થા સાથે પકડી પાડતી પોલીસ

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેણાંક મકાનમાંથી એક ઇસમને ઇગ્લીશદારૂના ગણનાપાત્ર જથ્થા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

મોરબી જીલ્લા નાઓએ પ્રોહી / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. વી.જી.જેઠવા નાઓને મળેલ ખાનગીરાહે બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના લીલાપર ગામે, શંકર ભગવાનના મંદિર પાછળ, વિજયભાઇ કેશુભાઇ કુરીયાના રહેણાંક મકાનમાં પ્રોહી. અંગે રેઇડ કરતા મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની બોટલો તથા બીયરના ટીનના જથ્થો પકડી પાડી મજકુર ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી : 1. રાકેશ ઉર્ફે ભુરો પરસોત્તમભાઇ આદ્રેશા 2. વિજયભાઇ કેશુભાઇ કુરીયા (પકડવા ઉપર બાકી) કબ્જે કરેલ મુદ્દામાલ  ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૭૨ કિ.રૂ.૨૭,૦૦૦/ તથા કિંગફીશર સુપર સ્ટ્રોગ પ્રિમીયમ લખેલ ૫૦૦ મી.લી. ના બીયરના ટીન નંગ-૫૫ કિં.રૂ.૫૫૦૦/ કુલ કિં.રૂ.૩૨,૫૦૦/

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પોલીસ ઇન્સ્પેકટર વી.એલ પટેલ તથા પો.સ.ઇ. વી.જી.જેઠવા તથા પો.હેડ કોન્સ. તથા હરેશભાઇ આગલ તથા જયેશકુમાર ચાવડા તથા પો.કોન્સ. ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા રવિભાઇ કીડીયા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.