મોરબી : જૈન સમાજના બહેનો તથા બાળકો ધમાચક્કડી મચાવશે

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મોરબી દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો તથા બાળકો માટે ધમાચક્કડી 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જૈન સમાજના બહેનો તથા બાળકો માટે રમતગમતની વણઝાર સાથે નવકારશી (નાસ્તો) અપાશે. વિશેષ આકર્ષણ યોગા, ઝુમ્બા લાઈવ ડીજે, સેલ્ફી ઝોન અને લાઈવ ગરબા રહેશે. ટોકન ચાર્જ 50 અને લેટ ફી 20 રહેશે.

પ્રસંગની પ્રસ્તાવના તા.17-3-2022 ના રોજ સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન કલ્પરત્ન એપાર્ટમેન્ટ, 9 સાવસર પ્લોટ, જલારામ મંદિર શેરી ખાતે કાર્યક્રમ યોજાશે. તેમજ તા. 20ના રોજ સવારે 7 વાગ્યાથી ઉમા ટાઉનશિપ, સામાકાંઠે ખાતે રહેશે. નવકાશી 8-30 વાગ્યે.

બુકિંગ પછી નામ નોધવાના આવશે તો લેટ ફી લેવામા આવશે. પાસ વગર પ્રવેશ મળશે નહી. વધુ માહિતી માટે પ્રમુખ ખ્યાતિ શેઠનો મો. 98258 00424 પર સંપર્ક કરો