મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજા ની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીની બ્લોસમ કિડ્સ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક યોજાયો જેમાં મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં બાળકો અને અને વાલીઓએ અભિનયમાં ઓજસ પાથર્યા હતા.સ્કૂલ ચલે હમ, કાચા બદામ,પ્યાર કી પુંગી બજાદે, યહી ઉમ્ર હૈ કર લે ગલતી સે મિસ્ટેક, જંગલ થીમ સેવ બર્ડ,એક બિલાડી જાડી,સેવ વોટર, Tribute All India Doctor (Corona),Save Girl, Save Outdoor Game,Tribute Bipin Sir Ravat વગેરે વિષયો પર નાના ભૂલકાઓ કૃતિઓ રજૂ કરેલ હતી ભૂલકાઓની સાથે સાથે એમના વાલીઓએ પણ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ આપ્યું હતું જેમાં વિવિધ ફોટોગ્રાફ અને સ્લોગન સાથેના બેનર બનાવી સમાજને દરેક કૃતિ બાદ સુંદર મેસેજ પૂરો પાડેલ હતો

બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી બાળકોએ સીડીએસ જનરલની સેવાને બિરદાવી હતી,સેવ ગર્લની કૃતિ દ્વારા દીકરીનું મહત્વ સમજાવ્યું હતું આમ આ થીમ બેજ કાર્યક્રમ નિહાળી મંત્રી બ્રિજેશ મેરજા મંત્ર મુગ્ધ બની ગયા હતા અને બ્લોસમ કિડ્સ સ્કૂલની બાળકોમાં સંસ્કાર અને દેશભક્તિની ભાવનાનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી,

આ પ્રસંગે કે.કે.પરમાંર પ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ નગરપાલિકા તેમજ નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ કાર્યક્રમમાં હાજર રહી બાળકોને અને શિક્ષકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્ટાફ પરિવાર તેમજ નિમિષાબેન રાજેશભાઈ ભીમણીએ ખુબજ જહેમત ઉઠાવી હતી.