મોરબી :  “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ સમસ્ત બ્રહ્મસમાજ સિનેમા ઘરમાં નિહાળશે

કાશ્મીરી પંડિત(ભૂદેવો) ઉપરના લાગણીસભર વિષય ઉપર બનેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સિનેમા ઘરમાં નિહાળવામાં આવશે

તાજેતરમાં રિલિઝ થયેલ આપણી બ્રહ્મસમાજની સત્ય હકીકત અને ભૂતકાળમાં બનેલા બનાવોને જીવિત કરતી ખૂબ જ સરસ મુવી આપણા સમાજના તમામ એક્ટિવ કાર્યકરો જોડે લાભ લેવાનું આયોજન કરેલું છે તો આપ જે લોકોએ નામ રજીસ્ટર કરાવેલ છે તેમણે  બુધવાર તારીખ 16-03-2022 સાંજે 7-00 વાગ્યે સ્કાય મોલ ખાતે સ્કાય સિનેમા ખાતે હાજર રહેવા જણાવ્યું છે

આ આયોજન કિશોરભાઈ શુક્લ પ્રમુખ, કેયુરભાઈ પંડ્યા મહામંત્રી,  અમુલભાઈ જોષી મહામંત્રી, સચિનભાઈ વ્યાસ સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે