રસીકરણ કરાવવું ખુબ જ અગત્યનું છે. સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તે અનુસંધાને આરોગ્ય કેન્દ્ર સરવડના નવાગામ સબ સેન્ટર દ્વારા મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવામાં આવી. આ તકે ખાસ આરોગ્ય કેન્દ્ર માંથી મેહુલભાઈ બકુત્રા (MPHW), સાધનાબેન પટેલ (FHW), આશા વર્કર ગીતાબેન બોચિયા તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.