હળવદમાં વ્યાજ ખોરના ત્રાસથી આત્મહત્યા નો પ્રયાસ કરતા15 શખ્સોએ સામે પોલીસ ફરિયાદ

વ્યાજ કોર અવારનવાર ફરસાણના વેપારી ફરિયાદીને ધમકી આપતો હતો ત્યારે જ્યારે વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પ્રયાસ કર્યો હતો

હળવદના શક્તિ ટોકીઝ પાસે આવેલી અને ફરસાણના વેપારી ચાર દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા સારવાર દરમિયાન પ્રજાપતિ ત્યારબાદ ૧૫ શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર મામલે આશરે દોઢ કરોડની રકમ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી

હળવદના શક્તિ ટોકીઝ બસ સ્ટેશન રોડ ઉપર અરહિત સ્વીટ નામની દુકાનના હિતેશભાઈ પ્રેમચંદભાઈ મકવાણા ફરસાણના વેપારીચાર દિવસ પહેલા પોતાના ઘરે સોનીવાડ માં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વેપારીને હળવદ ની સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં વધુ તબિયત બગડતાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ સારવાર દરમિયાન સાજા થઇ જતા આ વેપારીને રજા આપતા ત્યારબાદ હળવદ પોલીસ સ્ટેશનમાં ૧૫ શખ્સો સામે આશરે દોઢ કરોડની રકમ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી વ્યાજખોરો અવાર નવાર આ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો ત્યારે કંટાળીને આ વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હળવદ પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ ફરિયાદ લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
આગળની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાજેન્દ્ર ભાઈટાપરીયા ચલાવી રહ્યા છે

વ્યાજખોર મામલે 15 શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ આરોપીના નામ ધાંગધ્રાના લખધીરભાઈ રબારી .હળવદના વિજયભાઈ રબારી . ટીકર હિરેનભાઈ પટેલ. હળવદના વસંતભાઈ મોરી હળવદના તેજસભાઈ દવે. લીલાપરના જયરામ ભાઈ દલવાડી. હળવદના પ્રભુભાઈ રબારી. મિયાણી ના જીલ્લા ભાઈ ભરવાડ. હળવદના હષૅદભાઈ રબારી હળવદના રવિભાઈ રબારી .હળવદ મુકેશભાઈ ભરવાડ હળવદ મનોજભાઈ રબારી. ‌માલણીયાદ ના લક્ષ્મણભાઈ ભરવાડ માનસર ના ભરતસિંહ ગોહિલ મ.હળવદ ના કિરણભાઈ બ્રાહ્મણ સહિતના 15 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

વિશાલ જયસ્વાલ હળવદ