મોરબી : યુવા આર્મી ગ્રુપે તાત્કાલિક નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરી આપી

બ્લડની ઈમરજન્સી એટલે યુવા આર્મી થી ઓળખાતા યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી

આપણે જાણીએ છીએ કે નેગેટિવ બ્લડ ગ્રુપ મળવુ‌ ખૂબ જ જટિલ હોય છે અને બો મર્યાદિત લોકો નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે અને તેમાંથી પણ લિમિટેડ લોકો જ બ્લડ ડોનેશન કરવા માટે સક્ષમ હોય છે ત્યારે કોઈવાર આવા નેગેટિવ બ્લડ ની જરૂરીયાત ઉભી થય જતા ઓપરેશન અટકી પડે છે ને દર્દીઓ થી લઈને ડોક્ટર પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે

પરંતુ મોરબીમાં ૨૦૧૮ થી યુવા આર્મી ગ્રુપ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે કાર્યરત છે અને દિવસ હોય કે રાત લોકોની ઈમરજન્સી બ્લડ ની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે અને હજારો લોકો ને રક્તદાન રૂપી જીવનદાન આપી ચુક્યુ છે

આવી રીતે જ ગઈકાલે મોરબીની આયુષ તથા રાધેક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે બી નેગેટિવ બ્લડ ની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ ગઈ હતી જેની‌ જાણ બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપ ને કરવામાં આવતા યુવા આર્મી ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક બી નેગેટિવ બ્લડ ની ૫ બોટલ બ્લડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બદલ દર્દી ના પરિજનો દ્વારા યુવા આર્મી ગ્રુપ નો‌ આભાર વ્યક્ત કર્યો હતો

તદુપરાંત ચાલુ મહિનામાં જ યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં સારવાર માટે આવેલા દર્દીઓ માટે એ(૩)/બી (૮)/ઓ(૪)/એબી(૩) મળીને ૧૮ બોટલ નેગેટિવ બ્લડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી

રક્તદાન રુપી સેવા કાર્ય મા જોડાવા માટે કે બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત માટે ૨૪/૭ હેલ્પલાઈન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.