તંત્ર સ્ટ્રીટ લાઇટના થાંભલા માટે ડીવાઈડર ખોદીને ભૂલી ગયા ???
હળવદ દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે તેવામાં સરા રોડ થોડા સમય પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ રોડ બની ગયા સુધી તંત્રને ડિવાઈડર મા સ્ટ્રીટ લાઈટ ના થાંભલા નાખવાનું યાદ પણ ન આવ્યું ડિવાઈડર બની ગયા બાદ તેને તોડીને થાંભલા નાખવા માટે તંત્ર સફાળું જાગ્યું , લોકોના પૈસા નો બેફામ વેડફાટ કરવા છતાં પણ ગોકળ ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ ઘણા સમયથી ડિવાઈડર તેમજ વચ્ચેના રસ્તા ને સ્ટ્રીટ લાઈટ ના થાંભલા નાખવા માટે તોડવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી કામ પૂરું ન થતા લોકો ગોકળ ગતિએ ચાલતા કામથી થાક્યા
તંત્રની ઢીલી નીતિ કે કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ ??લોકોમાં સવાલ
કોન્ટ્રાક્ટર ગોકળ ગતિએ કામ કરતા હોવાની લોકોમાં ચર્ચાઓ
વિશાલ જયસ્વાલ હળવદ