હળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા હોળીની ઉજવણી કરાઈ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગ થી સ્લમ વિસ્તારના બાળકોને પિચકારી, કલર અને ફુગ્ગા વિતરણ કરવામાં આવ્યું. સ્લમ વિસ્તારના બાળકો પણ હોળી-ધુળેટીનો તહેવાર આનંદ, ઉલ્લાસથી ઉજવે એ આશથી દાતાશ્રી અલ્પેશભાઈ ભરવાડ દ્વારા 125 બાળકોને નિશુલ્ક વિતરણ પિચકારી ,કલર અને ફુગા કરવામાં આવ્યું. પિચકારી મળ્યા પછી નો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

હોળી એ હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે આ તહેવારમાં પુણ્ય નો મહિમા છે. નાના બાળકોએ ભગવાનનું રૂપ ગણાય છે અને આ બાળકોને ખુશ કરી ને દાતા શ્રી અપ્પુભાઈ સમાજમાં નવો રાહ ચિંધ્યો છે. આ પરોપકારી કાર્યથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે. આ તકે ગ્રુપના સભ્યો દ્વારા દાતા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે ગ્રુપ ના પ્રમુખ અજજુભાઇ ,ઉપપ્રમુખ ઘનશ્યામ બારોટ, સંજય માલી, ધર્મેન્દ્ર મહેતા સાહેબ, ઓવીસ પટેલ, જયદીપ અઘારા, ભરત ઠાકોર સાહેબ, સચિન ચૌહાણ શનિ ચૌહાણ, ઉત્સવ ઠક્કર ,સાગર સંધવી ,ઈમરાનભાઇ, એ આ પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો દાતા શ્રી અલ્પેશભાઇ એ પણ હાજરી આપી હતી

વિશાલ જયસ્વાલ હળવદ