મોરબી: મોરબી જિલ્લામાં ટ્રાફીક ના નિયમોનું ચુસ્ત પાલન થાય એ માટે લોકોમાં જાગૃતતા લાવવા જિલ્લા ટ્રાફિક દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવે છે.પરંતુ તેમ છતાં અમુક લોકો ટ્રાફિકના નિયમોને નજર અંદાજ કરી પોતાનું વાહન મન ફાવે તેમ હંકારતા હોય છે. તેમજ ફેન્સી નમ્બર પ્લેટો પણ લગાવતા હોય છે. જ્યારે અમુક વાહન ચાલકો તો ઇ-મેમોથી બચવા સારું નમ્બર પ્લેટ લગાવ્યા વગર પણ શહેરમાં જોવા મળતા હોય છે. લોકો યેન કેન પ્રકારે ઇ-મેમોથી બચવાના જુગાડ કરતા હોય છે. તેમ છતાં મોરબી ટ્રાફિક પોલીસની બાજ નજરે છેલ્લા બે વર્ષમાં 23,633 લોકોને ઇ-મેમો ઘરે પોહચાડી દીધો છે.
ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા વિધાન સભામાં માનનીય મુખ્યમંત્રી (ગૃહ) ને પુછેલ પ્રશ્નના જવાબ મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ત્રેવીસ હજારથી વધુ લોકોને ઇ-મેમો આપવામાં આવ્યા છે.તેમજ વર્ષ ૨૦૨૦ માં ૨૫,૬૨,૫૦૦ અને વર્ષ ૨૦૨૧ માં ૫૩,૨૯,૨૦૦ રૂપિયાનો દંડ મોરબીની પ્રજા પાસેથી વસુલ કરવામાં આવેલ છે.જ્યારે વર્ષ ૨૦૨૦ નો રૂ.૧૭,૮૩,૪૦૦ અને વર્ષ ૨૦૨૧ નો રૂ.૬૯,૫૭,૦૦૦ નો દંડ મોરબીની પ્રજા પાસેથી વસુલવાનો હજુ બાકી છે.
મોરબી પોલીસ દ્વારા આપવામાં આવતા ઇ-મેમો મોરબી જિલ્લાની પ્રજાના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે.જો તમારે પણ ઇ-મેમોથી બચવું હોઈ તો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થઈ જજો નહિતર મોરબી પોલીસનો ઇ-મેમો તમારા ઘરે પણ પોહચી શકે છે.