હાલમાં જ ૧૮૧ મહિલા અભયમ્ ટીમ દ્વારા મોરબીમાં ભૂલી પડી ગયેલ પરપ્રાંતિય મહિલાને તેમના પરિવાર સાથે મીલન કરાવવામાં આવ્યું. વાત એમ છે કે, મોરબી શહેરના શનાળા બાયપાસ પાસેથી એક મહીલા ભુલી પડી ગયેલ હતા. તે મહીલા ૧૮૧ મહીલા અભયમ્ દ્વારા મળી આવી હતી.
આ મળી આવેલ યુવતીને ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા સખી-વન સ્ટોપ સેન્ટર રીફર કરવામાં આવી હતી. સખી- વન સ્ટૉપ સેન્ટર – મોરબીના સ્ટાફ દ્વારા આ મહિલાને આશ્રય આપી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.
સખી-વન સ્ટોપ સેન્ટર જ્યારે આ મહિલાને લાવવામાં આવેલ ત્યારે મહિલા કંઇ પણ બોલી શકવાની પરિસ્થિતિમાં નહોતી. જોકે મહિલાનું કાઉન્સેલીંગ કરતા તેમણે ગામનું નામ અને ખેતરમાં કામ કરતાં હોવાનો ઉલ્લેખ કરેલ. પોતે ઘરનુ રાશન લેવા માટે બજારમાં નીકળેલ ત્યાંથી ભુલી પડી ગયેલ હોવાની વિગતો ધ્યાને આવી હતી. બાદમાં સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ તે મહિલાના પતિનો સંપર્ક કરવા માટે થોરાળા ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો.
થોરાળા ગામના સરપંચ દ્વારા મહિલાના પતિનો સંપર્ક થતાં મહિલાના પતિને સખી- વન સ્ટોપ સેન્ટર પર બોલાવી ખરાઈ કરીને મહિલાનો કબ્જો તેમના પતિને સોંપવામાં આવ્યો હતો. આમ, સખી વન સ્ટોર દ્વારા એક ભૂલી પડેલ મહિલાને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.